નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે ત્યારે શાહીનબાગ આજે સવારે મોટો હંગામો જોવા મળ્યો. અત્યાર સુધી નાગરિકતા કાયદાની સામે પ્રદર્શન કરી રહેલા શાહીન બાગના દેખાવકારો સામે હવે સામાન્ય જનતાનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. શાહીન બાગમાં કેટલાક સ્થાનિક લોકોએ બંધ પડેલા રસ્તાને ખોલાવવા માટે પ્રદર્શન કર્યું. અત્રે જણાવવાનું કે નાગરિકતા કાયદાના વિરોધમાં લગભગ 50 દિવસથી એક મહત્વના રસ્તાને બ્લોક કરીને પ્રદર્શન થઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે શાહીનબાગમાં ચાલતા આંદોલનના કારણે તેમણે ખુબ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રદર્શનકારીઓ સતત નારેબાજી કરી રહ્યાં છે. જો કે પોલીસે તેમને ધરણા સ્થળ પર જાય તે પહેલા જ રોકી લીધા હતાં. નોંધનીય છે કે શાહીન બાગમાં લાંબા સમયથી નાગરિકતા કાયદા સામે ચાલી રહેલું આંદોલન દિલ્હી સહિત સમગ્ર દેશમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે. શાહીન બાગ બાદ દેશભરના શહેરોમાં સીએએ વિરુદ્ધ આંદોલન શરૂ થઈ ગયું છે. 


નાગરિકતા કાયદા હેઠળ કેન્દ્ર સરકારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અને બાંગ્લાદેશથી આવેલા લઘુમતી હિન્દુઓ, બૌદ્ધ, શીખ, પારસી અને ખ્રિસ્તિ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈવાળો નાગરિકતા સંશોધન કાયદો લાગુ કર્યો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube